About Us
સંક્ષિપ્ત માં શ્રી ગુજરાતી સમાજ ઉદયપુર
“જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત”
આ પંક્તિ ને ચરિતાર્થ કરવા અમારા વડીલોએ સૌર્ય, ત્યાગ, પ્રતિષ્ઠા ની પ્રતિક એવી પાવન મેવાડ ધરા પર ગુજરાતી સંસ્કૃતિ નો પાયો સિંચિ સપના ના બીજ રોપ્યા. આ સુંદર અને સુદ્રઢ સપનાને સાકાર કરવા વડીલો દ્વારા કરાયેલા અથાક યત્નો પ્રયત્નો નાં પરિણામ સ્વરૂપ આજે ગૌરવવંતી ઉદયપુર ની ધરા પર શ્રી ગુજરાતી સમાજ ઉદયપુર ગૌરવભેર ઊભો છે.
૧૯૭૦ નાં દસક માં શરૂ થયેલ સફર માં વિવિધ ખંતીલા આગેવાનો નાં નેતૃત્વ હેઠળ સતત વિકાષ ની પરિપાટી પર ચાલતા સફળતાનાં નવા નવા સોપાનો સર કરી રહ્યા છીએ. પરિવર્તનો નો સ્વીકાર કરી સમય સાથે આગળ વધવાના મૂળભૂત ગુજરાતી સ્વભાવ ને અનુરૂપ આધુનિકતા નાં આવરણ સાથે પરંપરાઓને જાળવી રાખી આજે ૨૦૨૩ માં ટ્રસ્ટીશ્રીઓ નાં માર્ગદર્શન હેઠળ શ્રી રાજેશ ભાઈ મહેતા અને શ્રી દિનેશ
ભાઈ પટેલ નાં કુશળ નેતૃત્વમાં શ્રી ગુજરાતી સમાજ ઉદયપુર ઉત્તરોતર પ્રગતિ નાં પંથે અગ્રેસર છે.
મુસાફરો માટે તમામ જરૂરી અને આરામદાયક સગવળતાઓ સાથે સર્વોત્તમ સંચાલન અને ઉત્તમ વ્યવસ્થાઓ ધરાવતા ભવન ૫૨ ઓરડા, ત્રણ સભાગુહો, ગોળમેજી મંત્રણા કક્ષ, ભોજનલાય ની સગવડતાઓ સાથે દેશનાં અગ્રણી ગુજરાતી સમાજ ભવનો માં સ્થાપીત છે. સામાજિક અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ અને આયોજનો દ્વારા રાજસ્થાન માં ગુજરાત ને જીવંત રાખવામાં ટ્રસ્ટી ગણ, કાર્યકારી ગણ ની સાથે સાથે સમાજ ની મહિલાઓ નો પણ સિંહ ફાળો સૌનાં ધ્યાનાકર્ષક છે.
ઉદયપુર માં વસતા સમગ્ર ગુજરાતીઓ ગુજરાત નાં દરેક તહેવારો દિવાળી હોય કે હોળી, ગુજરાત સ્થાપના દિવસ હોય કે નવલી નવરાત્રિ હોય ઉમંગ અને ઉત્સાહ સાથે રંગેચંગે ઉજવી ગુજરાત ને હમેશા જીવંત રાખે છે.
આટઆટલું હોવા છતાં સમયાંતરે લોકો ની સલાહ, સૂચનો પર વિચાર કરી યોગ્ય પર અમલ કરી શ્રી ગુજરાતી સમાજ ઉદયપુર ને આગંતુકો અને અહીનાં રહેવાસીઓ નાં મન માં સદા સ્મરણીય બનાવવા અધ્યક્ષ શ્રી રાજેશભાઈ મહેતા, સચિવ શ્રી દિનેશભાઈ પટેલ અને તેમના તમામ કારોબારી સભ્યો સતત પ્રયત્નશીલ રહે છે.
અંત માં ખંતીલા મળતાવડા આપણે ગુજરાતીઓ નું આપણું ગુજરાત અને આપણી ગુજરાતી અસ્મિતા ને સમર્પિત ઉદયપુરના સર્વ ગુજરાતીઓ નો એકજ ઘોષ જય જય ગરવી ગુજરાત.
About Shri Gujarati Samaj Atithi Bhawan
“જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત”
Jay Jay Garvi Gujarat
About Shri Gujarati Samaj Atithi Bhawan
Shri Gujarati Samaj Udaipur is situated in Udaipur known as "CITY OF LAKES".
Shri Gujarati Samaj Udaipur is an organization that provides affordable accommodation to people visiting Udaipur. The organization is situated in Udaipur, a city known as the “City of Lakes.” The primary objective of Shri Gujarati Samaj Udaipur is to provide comfortable and convenient lodging options to travelers and visitors to Udaipur, who are looking for an affordable stay.
The organization has a guest house or lodge that offers two-bedded AC and non-AC rooms with and without TV, as well as four-bedded AC and non-AC rooms. The rooms are equipped with modern amenities such as air conditioning, private bathrooms with hot and cold water supply, and other necessary amenities for a comfortable stay.
Shri Gujarati Samaj Udaipur is conveniently located just 1 km from Udaipur Railway Station, making it an ideal choice for travelers who prefer easy accessibility. The organization’s guest house provides a safe and secure environment, making it a suitable option for solo travelers, families, and groups.
Apart from lodging facilities, Shri Gujarati Samaj Udaipur also organizes various cultural and social events that promote Gujarati culture and values. The organization strives to safeguard the interests of its guests by providing quality services, comfort, and relaxation after a long day of attending business meetings or visiting the city’s prominent tourist locations.
Board of Directors
Mr. Rajesh Mehta
President
Mr. Dinesh Patel
Seceratory